વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા અગાઉ વાંકાનેરના પાડધરા ગામથી થી જાંબુડીયાના રોડના નવીનીકરણ બાબતે રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હોય, જે અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા વાંકાનેરની નર્સરી ચોકડીથી પલાસ-માથક સુધીના રોડના નવીનીકરણ માટે રૂ. 57 કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆત અનુસંધાને વાંકાનેરની નર્સરી ચોકડીથી પાડધરા, પલાસ, વિડી જાંબુડિયા સુધીના આશરે 24 કી.મી.ના રસ્તાને 7 મિટર પહોળાઈ સાથે નવીનીકરણ કરવા રૂ. 57 કરોડનાં ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ રોડ વાંકાનેર અને હળવદને જોડતો મુખ્ય માર્ગ હોવાથી ખખડધજ બનેલા રોડના નવીનીકરણની કામગીરી મંજૂર થતા નાગરિકોની સુવિધામાં વધારો થશે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47