વાંકાનેર શહેર નજીક ગેલેક્સી હોસ્પિટલ-ગુલશન પાર્ક ખાતે ગેલેક્સી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગઇકાલે શ્રી એ. એન. બાદી કોમ્પ્યુટર ક્લાસીસ તથા શ્રીમતી એચ. એ. બાદી શિવણ ક્લાસીસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં રાહતદરે વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર ક્લાસ તથા બહેનો માટે સિવણ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે….
આ તકે ઉદ્ઘાટક બસીર બાપુ, ગેલેક્સી સોસાયટીના MD/ફાઉન્ડર અબ્દુલરહીમ હાજીસાહેબ, ચેરમેન હલુબેન બાદી, વા.ચેરમેન ચૌધરી સાહેબ, ડિરેક્ટર – યુ. એ. કડીવાર સાહેબ, રસુલભાઈ લેબોરેટરી, પરાસરા સાહેબ, માથકીયા સાહેબ, લિયાકતભાઈ બાદી, ડો.નુસરત બાદી, નજુભાઈ બાદી, સરફરાજભાઈ આંબલીયા તેમજ મોટી સંખ્યામાં મહેમાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ચૌધરી સાહેબ તથા યુ. એ. કડીવાર સાહેબ દ્વારા બંને ક્લાસિસ વિશે માહિતી આપી હતી તેમજ કાર્યક્રમનું સંચાલન ગેલેક્સી સ્કૂલ ચંદ્રપુરના પ્રિન્સિપાલ આંબલીયા સાહેબ દ્વારા કરવામાં આવેલ….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp