વાંકાનેર શહેરમાં નગરજનોની સુખાકારી માટે નગરપાલિકા દ્વારા શરૂ કરેલ ભુગર્ભ ગટરની સુવિધા હાલ વાહનચાલકો માટે માથાનાં દુખાવા રૂપ બની છે, જેમાં શહેરના મુખ્ય એવા જીનપરા મેઇન રોડ પર છેલ્લા એક અઠવાડિયાથી રોડ વચ્ચે ભુગર્ભ ગટરનું ઢાંકણું તુટેલ હોવાથી અહીંથી પસાર થતાં વાહનચાલકો પર સતત ગંભીર અકસ્માતનો ખતરો તોળાઇ રહ્યો હોવા છતાં નગરપાલિકા દ્વારા આ તુટેલા ઢાંકણાને બદલવાની તસ્દી લેવાઇ નથી…
આવી જ રીતે શહેરના રાજકોટ રોડ પર પચીસ વારીયા પાસે પણ છેલ્લા એક મહિના કરતાં વધારે સમયથી રોડ વચ્ચે ભુગર્ભ ગટરનું ઢાંકણું તુટેલ હોય જે પણ નગરપાલિકાએ આજ સુધી ન બોલાવતા લોકોએ સ્વયં કોઇ ગંભીર અકસ્માત ન સર્જાય તે માટે મોટા પથ્થરની આડસ મુકવામાં આવી છે. જેથી બાબતે નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે શહેરભરમાં તુટી ગયેલ ભુગર્ભ ગટરના ઢાંકણા બદલી અને નગરજનોની સલામતીની વ્યવસ્થા કરવામાં આવે તેવી બહુમત નાગરિકોમાં લોકમાંગ ઉઠી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp