Tuesday, July 8, 2025
More
    Homeમુખ્ય સમાચારમોરબી જિલ્લામાં ઝોલા છાપ બોગસ તબીબોનો રાફડો : પોલીસે ત્રણ દિવસમાં નવ...

    મોરબી જિલ્લામાં ઝોલા છાપ બોગસ તબીબોનો રાફડો : પોલીસે ત્રણ દિવસમાં નવ નકલી ડોક્ટરોને મેડિકલ પ્રેક્ટિસ કરતા ઝડપી પાડ્યા….

    મોરબી જિલ્લામાં કોઇપણ પ્રકારની ડીગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા ડોક્ટરોનો રાફડો ફાટી નીકળ્યો હોય ત્યારે લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરતા આવા મુન્નાભાઈ એમબીબીએસ સામે પોલીસે ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશમાં પોલીસે બોગસ તબીબો ઉપર દરોડાનો દૌર શરૂ કરતા ત્રણ દિવસમાં નવ ઝોલાછાપ ઘોડા ડોક્ટરો ઝડપાયાં છે, જેમાં મોરબી પોલીસે શહેરમાંથી ત્રણ તેમજ ટંકારા પોલીસે એક અને હળવદ પોલીસે સુંદરીભવાની, રાયસંગપર, રણમલપુર, ચંદ્રગઢ(લીલાપર) અને ઢવાણા ગામે સપાટો બોલાવી એક સાથે પાંચ – પાંચ એમ કુલ નવ મુન્નાભાઈ એમબીબીએસને દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ઝડપી પાડતા બોગસ ડૉક્ટરોમાં ફફડાટ ફેલાયો છે….

    ૧). બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર પ્રથમ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે પંચાસર ચોકડી નજીક મહાવીરનગરમાં પોતાના મકાનમાં જ હોસ્પિટલ ખોલી ડીગ્રી વગર એલોપેથી દવા આપતા અશ્વિન વેલજીભાઈ નકુમ (ઉ.વ. 35)ને દવાઓ, બાટલા અને ઇન્જેક્શ સહિત રૂ.18,762ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો‌…

    ૨). મોરબી તાલુકા પોલીસે લક્ષ્મીનગર ગામે અક્ષર પ્લાઝામાં કોઇ ડીગ્રી વગર શ્રી રામ કિલનીક ચલાવતા હિતેશભાઇ કાનજીભાઇ કારાવડીયાને રૂ. 8139ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…

    ૩). મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે સામાકાંઠા વિસ્તારમાં આવેલ નિત્યાનંદ સોસાયટીમાં દરોડો પાડી શ્રીજી ક્લિનિક નામનું દવાખાનું ચલાવતા મૂળ જામજોધપુર તાલુકાના તરસાઈ ગામના પ્રણવ અશોક ફળદુ (ઉ.વ. 24, રહે.હાલ જનકલ્યાણેશ્વર મહાદેવના મંદિરે પાસે, મોરબી)ને કોઈપણ જાતની ડીગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા રૂ. 8941ની કિંમતની એલોપેથી દવાના જથ્થો સાથે ઝડપી પાડયો હતો.

    ૪). ટંકારા પોલીસે બંગાવડી ગામે ટીંબડી-રસનાળ રોડ ઉપર દિશા પાનની દુકાનની બાજુમાં આવેલ ડો. જે .કે. ભીમાણીના દવાખાનામાં દરોડો પાડી ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા આરોપી જયકીશન કાંતિભાઈ ભીમાણી (ઉ.વ. 32, રહે.ઇન્દ્રપ્રસ્થ -5 ટંકારા, મૂળ રહે. જબલપુર)ને રૂ. 1,36,483ની અલગ અલગ દવાઓ તેમજ સારવારના સાધનો સાથે ઝડપી લીધો હતો.

    ૫). હળવદ પોલીસે સુંદરી ભવાની ગામે ગજાભાઈ કોળીના મકાનમાં આવેલી દુકાનમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે લાંબા સમયથી કોઈપણ જાતની ડીગ્રી વગર ડોકટર બનીને લોકોને લૂંટી રહેલા મૂળ મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના પ્રતાપગઢ ગામના વતની વાસુદેવ કાંતિભાઈ કોઠીયા (ઉ.વ‌. 45) ને ઝડપી લઈ દવા, ઇન્જેક્શન અને ક્રીમ સહિતના રૂ. 12,405ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો…

    ૬). હળવદ પોલીસે મૂળ ઉત્તરપ્રદેશના પીલીભીત ગામે ગુપ્તા કોલોનીમાં રહેતા અને હાલમાં હળવદ તાલુકાના રાયસંગપર ગામે રામજીમંદિરની બાજુમાં કોઇપણ જાતની ડીગ્રી વગર એલોપેથી દવાની પ્રેક્ટિસ કરી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આરોપી પંચાનન ખુદીરામ ધરામી (ઉ.વ. 33ઢ નામના શખ્સને ઝડપી લઈ આરોપીના કબ્જામાંથી રૂ. 9660ની એલોપથી દવા અને સારવારના સાધનો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો…

    ૭). હળવદ પોલીસે રણમલપુર ગામે દરોડો પાડી કોઈપણ જાતની સરકારમાન્ય ડીગ્રી વગર કે લાયસન્સ મેળવ્યા વગર દવાખાનું ચલાવી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહેલા મૂળ બિલાસપુર ગામના વતની એવા આરોપી પરિમલ ધીરેન બાલા (ઉ.વ. 40) નામના શખ્સને ઝડપી લઈ આરોપીના કબ્જામાંથી છે રૂ‌. 15,682ની કિંમતની દવા, ઇંજેક્શન, ક્રીમ તેમજ સારવાર માટેના સાધનો કબજે કરી મેડિકલ પ્રેક્ટિશનર એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો…

    ૮). હળવદ પોલીસે હળવદના ચંદ્રગઢ(લીલાપર) ગામે દરોડો પાડી કોઈપણ જાતની ડીગ્રી વગર બીમાર દર્દીઓની એલોપથી સારવાર પદ્ધતિથી સારવાર કરતા આરોપી સંદીપ મનુભાઈ પટેલ (ઉ.વ. 39, રહે.સરા રોડ, રૂકમણી પાર્ક, હળવદ) ને ઝડપી લઈ રૂ. 9547ની કિંમતની એલોપથી દવા અને સારવારના સાધનો કબ્જે કરી મેડિકલ પ્રેક્ટિશનર એકટ મુજબ કાર્યવાહી કરી હતી…

    ૯). હળવદ તાલુકાના ઢવાણા ગામે બસ સ્ટેશન પાસે કોઈપણ જાતની ડીગ્રી વગર દર્દીઓને લૂંટવા દવાખાનું ખોલી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહેલા મૂળ ઉત્તરપ્રદેશના પીલીભીત જિલ્લાના વતની આરોપી અનુજ ખુદીરામ ધરામી (ઉ.વ. 28)ના દવાખાનામાં પોલીસે દરોડો પાડી રૂ. 4147 ની કિંમતની દવાઓ તેમજ સારવારના સાધનો કબ્જે કરી મેડિકલ પ્રેક્ટિશનર એકટ મુજબ કાર્યવાહી કરી હતી….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!