વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામે રહેતા યુવાનને માનસિક બિમારી હોય, જેમાં પત્ની રિસામણે ચાલી જતાં પત્નીના પિયરમાં પુત્રીનો જન્મ થયો હોવા છતાં યુવાન પ્રત્યે કઠોર વલણ દાખવી પુત્રીનું મોઢું પણ જોવા ન દેતા લાગી આવતા યુવાને વાડીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામે રહેતા મુઝફ્ફર ઉસ્માનભાઈ ખોરજીયા (ઉ.વ. 25) નામના યુવાનને માનસિક બિમારી થતાં તેની પત્ની પિયરમાં ચાલી ગઇ હોય, જ્યાં તેણે પુત્રીનો જન્મ થયો હોવા છતાં પત્ની અને સાસરિયાઓએ કઠોરતા દાખવી મુઝફ્ફરભાઈને પુત્રીનું મોઢું પણ જોવા ન દેતા મનોમન લાગી આવતા યુવાને પોતાની વાડી જઇ જંતુનાશક દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA