વાંકાનેર શહેરના સીટી સ્ટેશન નજીક ગતરાત્રીના રેલ્વે ટ્રેક પર પસાર થતી ટ્રેન હડફેટે આવી જતા વેપારી યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં તેનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર રેલ્વે પોલીસ દ્વારા અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના સીટી સ્ટેશન નજીક રેલ્વે ટ્રેકના કીમી નં. ૭૦૨/૨-૪ વચ્ચે ગતરાત્રીના પસાર થતી ઓખા-ભાવનગર લોકલ ટ્રેન (૧૯૨૧૦) હડફેટે આવી જતા સચિનભાઈ સુરેશભાઈ ખત્રી (ઉ.વ. ૪૪, રહે. રઘુનાથજી મંદિર પાસે, વાંકાનેર) નામના વેપારી યુવાનનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર રેલ્વે પોલીસ દ્વારા અકસ્માત મૃત્યુ નોંધ કરી બનાવની વધુ તપાસ હેડ કો. કુલદીપસિંહ ઝાલા ચલાવી રહ્યા છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L