વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં આવેલ ખેડૂતની વાડીમાં આજ ગામના એક માલધારી દ્વારા ખેડૂતના ઉભા પાકમાં ૫૦ થી વધારે ગાયો છુટી મુકી ભેલાણ કરી નુકસાની પહોંચાડી બાદમાં ખેડૂતને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા તિથવા ગામની સોનીયા સીમમાં વાડી ધરાવતા એહમદરજાભાઈ હુશેનભાઈ શેરસીયા નામાના ખેડૂતના ખેતરમાં આજ ગામના માલધારી આરોપી રતાભાઈ શંકરભાઈ ભરવાડએ ગેરકાયદેસર પ્રવેશ મેળવી 51 ગાયો તથા 3 પાડીયુ છુટા મુકી ખેડૂતના જાર તથા અજમાના ઉભા પાક ચરાવી દઇ વાવેતરમાં ભેલાણ કરી,
આશરે રૂ. 95,000 ની નુકસાની પહોંચાડી બાદમાં ખેડૂત તથા સાહેદને ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી સામે બીએનએસ કલમ ૨૮૧, ૩૨૪(૪), ૩૨૯(૩), ૩૫૨, ૩૫૧(૨) તથા ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૧૮૩ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L