આગામી દિવસોમાં મકરસંક્રાંતિ તહેવાર આવી રહ્યો હોય, જેથી લોકોએ બજારમાં પતંગ તથા દારોની ખરીદી શરૂ કરી દીધી છે, ત્યારે માનવ અને પક્ષીઓ માટે ઘાતક એવા ચાઇનીઝ દોરા પર સરકારે પ્રતિબંધ મૂક્યો હોય, જે પ્રતિબંધિત દોરાની છાનીછુપી રીતે વેચાણ કરતા એક શખ્સને વાંકાનેર સીટી પોલીસ ટીમે 13 ફિરકી સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના નવાપરાના નાકા પાસેથી વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા આરોપી અનિલભાઈ રમેશભાઈ મકવાણાને પ્રતિબંધિત ચાઈનીઝ દોરાની 13 ફીરકી (કિંમત રૂ. 6,500) સાથે ઝડપી પાડી આરોપી સામે આઇપીસી કલમ ૧૮૮ તથા જીપી એક્ટ ૧૩૧, ૧૧૭ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD