સામાન્ય પરિવારની માતા વિહોણી બાળકીને અપનાવી સમાજ અને સંતાન સુખથી વિમુખ રહેલા દંપતિઓ માટે નવી રાહ કંડારતું મુસ્લિમ દંપતી…..
વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે એક સામાન્ય પરિવારમાં ચોથા સંતાન રૂપે બાળકીનો જન્મ થતાં જ માતાનું મોત થતાં પરિવાર પર અણધારી આફત આવી જતાં સામાન્ય પરિસ્થિતિમાં માતા વિહોણી બાળકીનું પાલન કરવું મુશ્કેલ બનેલ હોય, ત્યારે વાંકાનેરના ચંદ્રપુર ગામના એક નિઃસંતાન દંપતિએ આ બાળકીને દત્તક લઇ સમાજ સામે નવી રાહ કંડારી છે….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના લુણસરીયા ગામના વતની અને હાલ ચંદ્રપુર ગામે રહેતા અલીઅકબર અમીભાઈ શેરસીયા અને અફશાનાબેન અલીઅકબરભાઈ શેરસીયાના લગ્ન બાદ લાંબો સમય સુધી દંપતિ નિઃસંતાન હોય, ત્યારે વાંકાનેરના રાજાવડલા ગામે સામાન્ય પરિસ્થિતિમાં હુશેનભાઈ અલીભાઈ મરડીયાના ઘરે ચોથા સંતાન રૂપે દિકરીનો જન્મ થતાં જ તેની માતાનું મોત થતાં પરિવાર પર અણધારી આફત આવેલ હોય અને બાળકીનું પાલનપોષણ કરવું મુશ્કેલ હોય ત્યારે આજરોજ આ પાંચ માસની બાળકી ‘ સમીરા ‘ ને દંપતિ દ્વારા દત્તક લઇ તેની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી બાળકીને પરિવારની હુંફ આપી સમાજ માટે નવી રાહ કંડારી છે….
ચક્રવાત ન્યુઝ સમાજ માટે આવા ઉદાહરણ રૂપે સામાજિક કાર્યોને સદા પ્રોત્સાહિત કરતું રહ્યું છે, માટે બંને દંપતિને ખુબ ખુબ અભિનંદન….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg