વાંકાનેર તાલુકાના ભેરડા ગામ ખાતે બે માસ પૂર્વે વીજળી પડવાથી એક 35 વર્ષીય યુવાનનું મોત થયું હોય, જેથી આ મામલે વાંકાનેર તાલુકા પંચાયત દ્વારા મૃતક યુવાનના પરિવારજનોને સરકારી ધારાધોરણ મુજબ રૂપિયા ચાર લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ભેરડા ગામ ખાતે ગત તા. ૧૯/૦૭/૨૪ના રોજ વિરેન્દ્રભાઈ ઉમાશંકરભાઈ યાદવ (ઉ.વ. 35, મુળ રહે. ઉતરપ્રદેશ) નામના યુવાનનું વીજળી પડવાથી મોત થયું હોય, જેથી આ મામલે વાંકાનેર તાલુકા પંચાયત દ્વારા સરકારી ધારાધોરણ મુજબ રૂપિયા ચાર લાખની સહાયનો ચેક બનાવના માત્ર બે મહિનામાં જ વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી રમજાન કોંઢીયા, કારોબારી ચેરમેન જીજ્ઞાશાબેન મેર, પ્રમુખ હરૂભા ઝાલા સહિતના દ્વારા મૃતકના પરિવારજન પૈકીના પત્ની સરીતાદેવી વિરેન્દ્રભાઈ યાદવઅર્પણ કરવામાં આવ્યો હતો….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg