વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામ ખાતે રહેતી એક સગીર વયની દીકરીને એક શખ્સ દ્વારા લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ જઇ દુષ્કર્મ આચર્યું હોય, જેથી આ બનાવમાં સગીરાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા વાંકાનેર સીપીઆઇ ટીમ દ્વારા બનાવની ગણતરીની કલાકોમાં જ દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે…
બનાવની પ્રાપ્ત વિગતોની મુજબ વાંકાનેર તાલુકાના ઠીકરિયાળા ગામ ખાતે રહેતી એક સગીર વયની દીકરીને આરોપી દીપક મનુભાઈ દેગડા (રહે. ભલગામ) નામના શખ્સ દ્વારા લલચાવી ફોસલાવી સગીરા ઘરેથી બહાર નીકળી હોય ત્યારે ત્યાંથી લઈ જઇ દુષ્કર્મ આચર્યું હોય, જેથી આ બનાવની સગીરાના પિતાએ તા. ૧૫/૦૯ ના રોજ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં વાંકાનેર સીપીઆઇ વી. પી. ગોલ અને તેમની ટીમ દ્વારા તપાસ ચલાવી બનાવની ગણતરીની કલાકોમાં જ આરોપી દિપક મનુભાઈ દેગડાની ધરપકડ કરી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg