Thursday, September 10, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના માટેલ રોડ પર સેન્ટોસા સિરામિકમાં મશીનની સફાઈ કરતી વખતે વીજશોક લાગતા...

    વાંકાનેરના માટેલ રોડ પર સેન્ટોસા સિરામિકમાં મશીનની સફાઈ કરતી વખતે વીજશોક લાગતા પરિણીતાનું મોત….

    વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ સેન્ટોસા સિરામિક ફેક્ટરીના પ્રેસ વિભાગમાં મશીન પાસે સાફ-સફાઈ કરી રહેલી ૨૦ વર્ષીય શ્રમિક પરિણીતાને ઈલેક્ટ્રિક શોક લાગતા તેણીનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે…

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના રાવેલ તાલુકાના નીમડીયા ગામના વતની અને હાલ વાંકાનેરના માટેલ રોડ પર આવેલ સેન્ટોસા સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહેતા રૂમીબેન રાજુભાઇ પાવરા (ઉ.વ. ૨૦) ફેક્ટરીના પ્રેસ વિભાગમાં પ્લેટફોર્મ ઉપર રહેલા ઇલેક્ટ્રિક મોટરવાળા માઇક્રો મશીનની આસપાસ પડેલા વેસ્ટ પાવડરની સાફ-સફાઈ કરી રહ્યા હોય દરમ્યાન રૂમીબેન ઝાડુ-સાવરણી વડે અને હાથથી ઇલેક્ટ્રિક મોટર નીચે એકઠો થયેલો વેસ્ટ પાવડર ભેગો કરતી વેળાએ અકસ્માતે તેમનો હાથ ઇલેક્ટ્રિક મોટર અથવા તેના જીવંત વાયરને અડી જતા વીજશોક (કરંટ) લાગતા તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!