Thursday, September 10, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : રાજ્યમા ગ્રામસેવકો દ્વારા વિવિધ પડતર માંગણીઓના નિકાલની માંગ સાથે વિરોધ...

    વાંકાનેર : રાજ્યમા ગ્રામસેવકો દ્વારા વિવિધ પડતર માંગણીઓના નિકાલની માંગ સાથે વિરોધ નોંધાવાયો…..

    ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા ગ્રામસેવકો ઉપર વધતા જતા કામના ભારણ અને પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે મોરચાના મંડાણ કર્યા છે. ગ્રામ્ય સ્તરે છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓ પહોંચાડતા ગ્રામસેવકોએ પોતાની હક અને ન્યાયની લડત માટે સોશિયલ મીડિયા અને વિવિધ માધ્યમો દ્વારા #GramsevakNyayLadat અભિયાનની શરૂઆત કરી છે….

    આ અભિયાન અંતર્ગત વાંકાનેર તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામસેવક મહામંડળના નેજા હેઠળ ગ્રામસેવકો દ્વારા સરકાર સમક્ષ કામગીરીનું ભારણ ઘટાડવા માંગ, આધુનિક સુવિધાઓની ફાળવણી, ઉચ્ચતર પગારધોરણની પુનઃસ્થાપના, વર્કલોડ મુજબ મહેકમ વધારવા રજૂઆત, બઢતીની તકોમાં વધારો કરવા સહિતની માંગણીઓ સાથે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવી રાજ્ય સરકારને આ તમામ માંગણીઓ પર ગંભીરતાથી વિચારણા કરી તાત્કાલિક હકારાત્મક નિર્ણય લેવા અપીલ કરવામાં આવી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

    https://t.me/RESEARCHSULTANSEBI

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!