વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક ભલગામ ગામની સીમમાંથી બે વાહનોમાં દેશી દારૂના જથ્થાની આપ-લે કરતા છ ઈસમોને રંગે હાથ ઝડપી પાડી આ બનાવમાં પોલીસે 600 લીટર દેશી દારૂ તથા બે વાહન સહિત કુલ રૂ. 6,70,000 નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક ભલગામ ગામની સીમમાં નર્મદા કારખાનાની આગળ ચામુંડા નગર તરફ જતા કાચા રસ્તા પર બોરીયાના કાંઠા પાસે જાહેરમાં ટાટા સુમો વાહન નં. GJ 01 RG 2043 તથા મહિન્દ્રા બોલેર વાહન નં. GJ 03 BT 0963 માં 600 લીટર દેશી દારૂ (કિંમત રૂ. ૧,૨૦,૦૦૦)ની આપ-લે કરતાં ૧). રાજુભાઈ દડુભાઈ જળુ (રહે. સાલખડા, ચોટીલા), ૨). વિહાભાઇ માધાભાઈ સાપરા (રહે. ગુંદાખડા), ૩). મનસુખભાઈ ઉર્ફે ટાલો કેશાભાઈ ગણાદિયા (રહે. સતાપર),
૪). ભગવાનભાઈ સોમાભાઈ સરવૈયા (રહે. ગુંદાખડા), ૫). વિનુભાઈ કારાભાઈ સરવૈયા (રહે. ગુંદાખડા), ૬). રાજુભાઈ ખીમાભાઈ ગણાદિયા (રહે. સતાપર) ને દારૂ તથા બે વાહન સહિત કુલ રૂ. 6,70,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આ બનાવમાં દારૂનો જથ્થો મંગાવનાર તરીકે ૭). સંજયભાઈ ઉર્ફે દલો નરશીભાઈ મકવાણા (રહે. નાળીયેરી)નું નામ ખુલતા પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરે છે….