વાંકાનેર પંથકમાં છેલ્લા ઘણા સમયથી ધરતીપુત્રો સહિત તમામ નાગરિકો મેઘરાજાની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હોય ત્યારે આજે સાંજ અસહ્ય ગરમી અને બફારા વચ્ચે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલ્ટા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.
વીજળીના જોરદાર કડાકાથી લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હોય ત્યારે શહેર નજીક ભાટિયા સોસાયટીમાં એક રહેણાંક મકાન પર વીજળી પડી હોવાના સમાચાર સામે આવ્યા છે, જેમાં વિજળી પડતાં મકાનની દિવાલોને નુકશાની તથા ઇલેક્ટ્રિક ઉપકરણોને નુકશાની પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ સદનસીબે આ ઘટનાં કોઈ જાનહાનિ થઈ નથી….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ ભાટિયા સોસાયટી ગ્રામ પંચાયતમાં મહિલા સત્સંગ મંડળ હોલ વાળી શેરીમાં રહેતા સંજયભાઈ ભિંડોરાના મકાન ઉપર વીજળી પડી હતી જેમાં મકાનની દીવાલમાં તિરાડ પડી ગઇ હતી તેમજ ઇલેક્ટ્રિક ઉપકરણોને નુકશાની પહોંચી હતી. જેમાં વિજળી મકાનની અંદર આવેલ ઇલેક્ટ્રિક સોકેટને તોડીને નીકળી ગઈ હતી. આ ઘટનામાં મકાનમાં રહેતા તમામ પરિવારજનો હેમખેમ હોવાથી જાનહાનિ ટળી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc