Friday, September 18, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરના આંબેડકર નગર ખાતે રહેતા આધેડે અગમ્ય કારણોસર એસિડ પી લેતા...

    વાંકાનેર શહેરના આંબેડકર નગર ખાતે રહેતા આધેડે અગમ્ય કારણોસર એસિડ પી લેતા મોત….

    વાંકાનેર શહેરના આંબેડકર નગર વિસ્તારમાં રહેતા એક આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે એસિડ પી લેતા, રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેમનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવને પગલે પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના આંબેડકર નગર વિસ્તારમાં રહેતા દેવજીભાઈ હરિભાઈ ચાવડા (ઉ.વ. ૫૨) નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતાના જ ઘરે એસિડ ગટગટાવી લેતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!