લગ્નના ફુલેકામાંથી પરત ઘરે જતા યુવાનોને રસ્તામાં આંતરી હુમલો કરાયો….
વાંકાનેર તાલુકાના અદેપર ગામે મિત્રના લગ્નના ફુલેકા માંથી બાઇક પર પરત ફરતા યુવાનોને રસ્તામાં કાર આડી રાખી રોકી ચાર ઈસમોએ પ્રેમ સંબંધ મામલે માર મારી ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા આ બનાવમાં વાકાનેર તાલુકા પોલીસ મથકમાં ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી કિશનભાઇ છગનભાઈ વાઘેલા (ઉ.વ. ૨૫, રહે. દેવળીયા, તા. થાન)એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી મુકેશભાઈ ભુસડિયા (રહે. મેસરીયા) તથા ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના ભાઈ દશરથને આરોપીની સાડી સાથે અગાઉ પ્રેમ સંબંધ હોય, જેમાં ફરિયાદી તથા તેના ભાઈ સહિતના યુવાનો વાંકાનેરના અદેપર ગામે મિત્રના લગ્નના ફુલેકામાંથી રાત્રિના બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હોય,
ત્યારે અદેપરથી સતાપર જતા રસ્તે આરોપીએ પોતાની સ્વિફ્ટ કારમાં આવી બાઇક રોકાવી પ્રેમ સંબંધનો ખાર રાખી ફરીયાદી તથા તેના ભાઇ દશરથને લાકડી વડે માર મારી ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી નાસી જતાં આ મામલે ચાર ઇસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1