વાંકાનેર માર્કેટ યાર્ડના પુર્વ પ્રમુખ અને વર્તમાન ડિરેક્ટર તથા એડવોકેટ શકીલ પીરઝાદાનો આજે જન્મદિવસ છે. જેઓ આજે પોતાના જીવનના 44 વર્ષ પુરા કરી 45 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, જે બદલ ચોમેરથી તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે...
સ્વતંત્રતા સેનાની, મોમીન સમાજના ધર્મગુરુ અને વાંકાનેરના પુર્વ ધારાસભ્ય સૈયદ ડો. એ. કે. પીરઝાદાના પૌત્ર, પુર્વ ધારાસભ્ય ખુરશીદહૈદર પીરઝાદા ઉર્ફે મીરસાહેબના પુત્ર, તથા પુર્વ ધારાસભ્ય મંજુરહુશેન પીરઝાદા અને મહંમદજાવેદ પીરઝાદાના ભત્રીજા શકીલ પીરઝાદા અગાઉ વાંકાનેર વિધાનસભા યુવા કોંગ્રેસના પ્રમુખ અને રાજકોટ લોકસભા યુવા કોગ્રેસના ઉપપ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે, તેમજ હાલ ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના મહામંત્રી પદે સેવા આપી રહ્યા છે. તેઓ વિધાર્થીઓ અને ખેડૂતોના વિવિધ પ્રશ્ને સતત સંઘર્ષ કરતા રહ્યા છે.
આ સાથે જ તેઓ મોહંમદી લોકશાળા હાઈસ્કુલ-ચંદ્રપુર અને એસ.એમ.પી હાઈસ્કુલ સીધાવદરનું સંચાલન કરતી શૈક્ષણીક સંસ્થા ધી પીર કાસિમઅલી અંજુમને મોમીન ટ્રસ્ટ-વાંકાનેરના પ્રમુખ પદે તેઓ સેવા આપી રહયા છે. તેમજ પીરમશાયખ સાર્વજનીક હોસ્પીટલમાં સલાહકાર તરીકે સેવા આપી રહ્યા છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા એડવોકેટ શકીલ પીરઝાદા (BBA, MBA, LLB)ની નોટરી તરીકે પણ પસંદગી કરવામાં આવી છે. સમાજના તમામ વર્ગોમાં વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા યુવા અગ્રણી શકીલ પીરઝાદાને તેમના જન્મદિવસ નીમીતે રૂબરૂ, સોશિયલ મીડિયા તેમજ ફોન નં. ૯૮૯૮૪ ૨૭૪૮૬ પર જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે….
ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી યુવા નેતા અને એડવોકેટ શકીલ પીરઝાદાને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47