રોંગ સાઈડમાં આવતું ડમ્પર ધડાકાભેર આઇસર સાથે અથડાતા ડમ્પર ચાલકનું મોત….
વાંકાનેર બાઉન્ડ્રી નજીક રંગપર ગામના બોર્ડ પાસે નેશનલ હાઈવે પર રોંગ સાઈડમાં આવતા એક ડમ્પર વાહન ચાલકે સામેથી પોતાની લેનમાં આવતા આઇસર સાથે ધડાકાભેર પોતાનું વાહન ભટકાડતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ડમ્પર ચાલકનું મોત થતાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર બાઉન્ડ્રી નજીક રંગપર ગામના બોર્ડ પાસે નેશનલ હાઈવે પરથી પસાર થતા ડમ્પર નંબર GJ 03 BW 8913 ના ચાલક કાળુભાઈ ઉર્ફે રવિ પરસોતમભાઈ બેરડીયા (ઉ.વ. ૩૨, રહે. રાજકોટ) એ પોતાનું વાહન ડ્રાઇવિંગ લાઇસન્સ વગર પૂર ઝડપે અને ગફલત ભરી રીતે રોંગ સાઈડમાં ચલાવી સામેથી પોતાની લેનમાં આવતા અજાણ્યા આઇસર વાહન સાથે અથડાવતાં ગંભીર અકસ્માત સર્જાયો હોય, જેમાં ડમ્પરના મોરાનો ભાગ દબાઈ જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત ડમ્પર ચાલકનું સારવાર દરમિયાન મોત થતાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..