વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક કારને રોકી તલાશી લેતા તેમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે દારૂ તથા કાર સહિત કુલ રૂ. 2.03 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા વઘાસિયા ટોલનાકા નજીક ચોક્કસ ખાનગી બાતમીને આધારે શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક રીતે આઇ-20 કાર નં. GJ 03 JC 5544 ને રોકી તલાશી લેતા કારમાંથી 150 લીટર દેશી દારૂ (કિંમત રૂ. 3000) મળી આવતા પોલીસે કાર ચાલક આરોપી શૈલેષ રાજાભાઈ સિંહોરા (રહે.કોરડા, તા.ચુડા, જિ. સુરેન્દ્રનગર)ની કાર તથા દેશી દારૂ સહિત કુલ રૂ. 2,03,000ના મુદ્દામાલ સાથે અટકાયત કરી આરોપી સામે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી…