વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે શહેરના જીનપરા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ. ૩,૩૭૫ની કિંમતના દારૂ સાથે એક યુવકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે….

બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર સીટી પોલીસનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન જીનપરા શેરી નં. ૧૦માં રહેતા એક શખ્સના પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેપાર કરતો હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસે રફીકભાઈ જુમાભાઈ કુરેશી (ફકીર)ના રહેણાંક મકાનમાં દરોડો પાડી તલાશી લીધી હતી….
તપાસ દરમિયાન મકાનના રૂમમાં રાખેલા પ્લાસ્ટિકના થેલામાંથી વિદેશી દારૂના 25 નંગ ચપલા (કિંમત રૂ. ૩,૩૭૫) મળી આવતા પોલીસે આરોપી રફીકભાઈ જુમાભાઈ કુરેશી/ફકીર (ઉં.વ. ૨૪)ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….



