Sunday, November 22, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર-મોરબી હાઇવે પર અકસ્માત ઝોન એવા નવાપરા પુલ પાસે પૂરઝડપે આવતા બાઈકે...

    વાંકાનેર-મોરબી હાઇવે પર અકસ્માત ઝોન એવા નવાપરા પુલ પાસે પૂરઝડપે આવતા બાઈકે વૃદ્ધાને બડફેટે લેતા સર્જાયો અકસ્માત….

    વાંકાનેરથી મોરબી તરફ જતા નેશનલ હાઇવે પર નવાપરા પુલની કટ પાસે રોડ ક્રોસ કરી રહેલા રાજકોટના 70 વર્ષીય વૃદ્ધાને પૂરઝડપે આવતા બાઈક ચાલકે જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં વૃદ્ધાને ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે બાઈક ચાલક પણ ઘાયલ થયો હતો…

    બનાવની મળતી વિગતો અનુસાર, રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતા રાજુભાઈ ચંદુભાઈ મકવાણા (ઉ.વ. 46) પોતાના નાના ભાઈ સંજયભાઈ અને માતા લાભુબેન (ઉ.વ. 70) સાથે ગત તા. 19ના રોજ નવાપરાથી રાજકોટ પરત ફરી રહ્યા હોય દરમિયાન વાંકાનેરના નવાપરા પુલની કટ પાસે નેશનલ હાઇવે ક્રોસ કરતી વેળાએ વાંકાનેર તરફથી પૂરઝડપે આવી રહેલા મોટરસાયકલ નં. GJ-36-AQ-9355ના ચાલકે લાભુબેનને જોરદાર ઠોકર મારી નીચે પછાડી દીધા હતા.

    બાઈકની ટક્કર વાગતા જ વૃદ્ધા લાભુબેન ઘટનાસ્થળે બેભાન થઈ ગયા હતા. આ અકસ્માતમાં તેમને ખભાની હાંસળીમાં ફ્રેક્ચર તેમજ મોઢાના ભાગે ઈજા અને કમરથી ઘૂંટણ સુધીના ભાગે મૂઢ માર વાગ્યો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકને પણ ઈજાઓ પહોંચી હતી. બનાવ બાદ બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

    સમગ્ર ઘટના અંગે ઈજાગ્રસ્ત વૃદ્ધાના પુત્ર રાજુભાઈ મકવાણાએ બાઈક ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!