
વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે સામાન્ય બોલાચાલીની અદાવત રાખીને એક યુવક પર ચાર શખ્સો દ્વારા લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ઈજાગ્રસ્ત યુવકે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં મહીલા સહીત ચાર લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે…


બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા ૩૪ વર્ષીય પ્રકાશભાઈ વાલાભાઇ બેડવાને ગામમાં આવેલા રામજી મંદિરના ચોરે આરોપી વિશાલભાઈ હેમુભાઈ વાળા સાથે અગાઉ કોઈ સામાન્ય બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ જ બાબતનો ખાર રાખીને આરોપી ૧). વિશાલભાઈ હેમુભાઈ વાળા, ૨). સમીર હેમુભાઇ વાળા,

૩). બાદલ હેમુભાઈ વાળા અને ૪). હંસાબેન હેમુભાઈ વાળા (તમામ રહે. મેસરીયા ગામ, તા. વાંકાનેર)એ ફરિયાદી પ્રકાશભાઈને ગાળો આપી, ઢીકા-પાટુનો માર મારી લોખંડના પાઈપ વડે માથાના ભાગે ઈજા પહોંચાડી હતી. જેથી આ બનાવ અંગે ઈજાગ્રસ્ત પ્રકાશભાઈ બેડવાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t




