Monday, October 12, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના નવા ઢુવા ચોકી નજીક ‘ઓમ સાંઈ સ્પા’ પર પોલીસનું ચેકિંગ: જાહેરનામા...

    વાંકાનેરના નવા ઢુવા ચોકી નજીક ‘ઓમ સાંઈ સ્પા’ પર પોલીસનું ચેકિંગ: જાહેરનામા ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો….

    વાંકાનેર તાલુકામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને જાહેરનામાના ભંગને રોકવા માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે વાંકાનેર તાલુકાના નવા ઢુવા ચોકી નજીક આવેલા એક સ્પા સેન્ટર પર પોલીસે દરોડા પાડીને મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર સ્પા સંચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન નવા ઢુવા ચોકી પાસે, ભવાની હોટેલની બાજુમાં આવેલા ‘ઓમ સાંઈ સ્પા’ પર પોલીસે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન સ્પાના સંચાલક જીગાભાઈ રામજીભાઈ ડાભી દ્વારા મોરબી જીલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરતાં સ્પામાં

    કામ કરતી વર્કરો (મહિલા કર્મચારીઓ) ના બાયોડેટાના ફોર્મ ભરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધણી ન કરાવી હોવાનું જણાઈ આવતા તેમજ જાહેરનામા મુજબ સ્પા સેન્ટરોમાં ફરજિયાત સીસીટીવી (CCTV) કેમેરા લગાવવાના અને તેનું રિકોર્ડિંગ (ડેટા) સાચવી રાખવાના નિયમનું પણ આ સ્પામાં પાલન કરવામાં આવ્યું ન હતું. જેથી પોલીસે સ્પા સંચાલક જીગાભાઈ રામજીભાઈ ડાભી વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!