
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ૨૦૨૬ ની મુખ્ય થીમ ”End child marriage and invest in girl’s right’ ને સાર્થક કરતા મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાંકાનેર તાલુકાના ભેરડા ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી….


દીકરીઓને કારકિર્દી માર્ગદર્શન આપતાં કલેક્ટરએ જણાવ્યું હતું કે, “આજની દીકરીઓ વિજ્ઞાન, રમતગમત અને વહીવટી સેવાઓ જેવા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટે યોગ્ય આયોજન, સતત મહેનત, વર્તમાન પ્રવાહોની જાણકારી અને દૃઢ આત્મવિશ્વાસ અત્યંત જરૂરી છે. ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાના ઉદેશ્ય સાથે કલેક્ટરશ્રીએ ધોરણ ૧૨ પૂર્ણ કર્યા બાદ કોઈ કારણોસર અભ્યાસ છોડી દેનાર દીકરીઓ સાથે વ્યક્તિગત બેઠક યોજી સીધો સંવાદ કર્યો હતો. તેમણે દીકરીઓની મુશ્કેલીઓ જાણી, શિક્ષણને આત્મનિર્ભરતાનો મજબૂત આધાર ગણાવીને તેમને ફરીથી ઉચ્ચ અભ્યાસ શરૂ કરી પોતાના સપનાઓ સાકાર કરવા ભાવનાત્મક પ્રેરણા પૂરી પાડી હતી….

આ પ્રસંગે સરકારી હોસ્પિટલમાં જન્મેલી નવજાત દીકરીઓને ગૌરવભેર આવકારવા દીકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ ધોરણ ૧૦ અને ૧૨ માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયેલી તેજસ્વી દીકરીઓને એજ્યુકેશન કીટ આપી સન્માનિત કરાઈ હતી…


કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીનીઓએ દીકરીઓના અધિકારો, શિક્ષણનું મહત્વ અને આત્મનિર્ભરતા વિષય પર પોતાના પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા. કલેક્ટર તથા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી સહિત ઉપસ્થિત સૌએ શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ પ્રસંગે બાળલગ્ન અટકાવી દીકરીઓને સુરક્ષિત વાતાવરણ અને શિક્ષણની સમાન તકો પૂરી પાડવા સમાજને આહ્વાન કરવામાં આવ્યું હતું….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t
https://t.me/RESEARCHSULTANSEBI


