
વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા ચાર શખ્સોને વાંકાનેર સીટી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ કબજે કરી તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….


બનાવની પ્રાપ્ત વિગત મુજબ, વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમ્યાન સ્ટાફને મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસે શહેરના જીનપરા વિસ્તારમાં શેરી નંબર ૧૩માં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧. નટવર મનસુખભાઈ સીતાપરા, ૨. રમેશ મગનભાઈ દેગામાં, ૩. સંજય દેવકરણભાઈ દેદાણ અને ૪. છનાભાઇ છગનભાઈ બારૈયાને જુગારના સાહિત્ય સહીત રોકડ રકમ રૂ. ૫,૫૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t






