
વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં રહેતી એક ૩૦ વર્ષીય પરિણીતાએ પોતાના ઘરમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનો કરુણ બનાવ સામે આવ્યો છે. ઘટનાની જાણ થતાં વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે….


બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા નિલમબા નિર્મળસિંહ ઝાલા (ઉં.વ. ૩૦) નામની પરિણીતાએ ગઈકાલે બપોરના સમયે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે….


બનાવની પ્રાથમિક વિગતો મુજબ, મૃતક નિલમબાના લગ્નને છ વર્ષનો સમયગાળો થયો હતો અને તેઓ પોતાના સાસુ-સસરા સાથે રહેતા હતા. પરિણીતાએ ક્યા કારણોસર આ અંતિમ પગલું ભરી લીધું તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. આ બનાવની જાણ થતાં જ વાંકાનેર સીટી પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે આપઘાતના આ બનાવની નોંધ કરી પરિણીતાના આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t




