
મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂપિયા ૫૦ લાખથી વધુના ઓનલાઈન શેર ટ્રેડિંગ ફ્રોડ કેસમાં મોરબી સેશન્સ કોર્ટે મહારાષ્ટ્રના એક ૨૧ વર્ષીય યુવકને જામીન પર મુક્ત કરવાનો મહત્વપૂર્ણ હુકમ કર્યો છે…


બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, ટેલિગ્રામ એપ મારફતે ઓનલાઈન શેર ટ્રેડિંગમાં રોકાણના બહાને આકર્ષક નફાની લાલચ આપીને ફરિયાદી પાસેથી અંદાજે ₹૫૦,૧૪,૬૦૩/- પડાવી લેવાની ઘટના બની હતી. આ છેતરપિંડી મામલે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ ૩૧૬(૫), ૩૧૮(૪), ૫૪ અને ૬૧(૨) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ ગુનાની તપાસના ભાગરૂપે પોલીસે મૂળ મહારાષ્ટ્રના રહેવાસી એવા ૨૧ વર્ષીય યુવક આદિત્ય સંજય તુપેની ગત તા. ૨૮ જૂન ૨૦૨૬ના રોજ ધરપકડ કરી હતી અને તેને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલહવાલે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપી આદિત્ય તુપે દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી.
કોર્ટમાં જામીન અરજી પરની સુનાવણી દરમિયાન અરજદાર તથા આરોપી તરફે હાજર રહેલા એડવોકેટ દ્વારા કોર્ટ સમક્ષ કાયદાકીય જોગવાઈઓ ટાંકીને ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી. બચાવ પક્ષની દલીલોને ધ્યાને લઈને મોરબી સેશન્સ કોર્ટે આરોપી આદિત્ય સંજય તુપેને જામીન પર મુક્ત કરવાનો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં આરોપીનો બચાવ કરવા માટે યુવા એડવોકેટ સોયબ અબ્દુલસત્તારભાઈ કટિયા, રવિભાઈ કે. કોબિયા તથા હુસૈન કટીયા રોકાયા હતા….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t


