Thursday, October 1, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના પાડધરા રોડ પર ગેરકાયદે ખનીજ વહન કરતા ત્રણ ડમ્પર સામે કાર્યવાહી...

    વાંકાનેરના પાડધરા રોડ પર ગેરકાયદે ખનીજ વહન કરતા ત્રણ ડમ્પર સામે કાર્યવાહી કરતી રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડ….

    વાંકાનેર તાલુકાના પાડધરા રોડ પર ગેરકાયદેસર ખનીજ ચોરી અને વહન કરતા તત્વો સામે રાજકોટ ખાણ-ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડે લાલ આંખ કરી છે. ટીમે ઓચિંતું ચેકિંગ હાથ ધરીને ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરતા કુલ ત્રણ ડમ્પરને ઝડપી પાડી કડક દંડનીય કાર્યવાહી હાથ ધરી છે…

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના પાડધરા રોડ પર ખાણ ખનીજ વિભાગની ટીમે વોચ ગોઠવી શંકાસ્પદ ડમ્પરોને રોકીને તપાસ કરતા ગેરકાયદેસર રીતે ફાયર ક્લે ખનીજ ભરેલા બે ડમ્પર અને હાર્ડ મોરમ ખનીજ ભરેલું એક ડમ્પર મળીને કુલ ત્રણ ડમ્પર જપ્ત કર્યા છે. ખનીજ ચોરો પાસે કોઈપણ પ્રકારની રોયલ્ટી કે પાસ-પરમિટ ન હોવાથી આ વાહનોને સીઝ કરી આગળની કાયદેસરની અને દંડનીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે….

    આ સમગ્ર કામગીરીમાં રાજકોટ રીજનલ મદદનીશ નિયામક અંકિત ભટ્ટના સીધા માર્ગદર્શન હેઠળ ટીમના પ્રતિક બારોટ, આર. આર. જાડેજા, મયુરભાઈ ગારૈયા, હારૂન ગામેતી અને ભાર્ગવ સાગઠીયા સહિતનો સ્ટાફ જોડાયો હતો…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!