
વાંકાનેર-ચોટીલા નેશનલ હાઇવે પર અકસ્માતોની વણથંભી વણઝાર યથાવત જોવા મળી રહી છે. જેમાં ભલગામ નજીક આવેલ પેટ્રોલપંપમાં નોકરી કરતા એક આધેડ રસ્તો ક્રોસ કરી રહ્યા હોય ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પરે તેમને અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત કર્મચારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે….


બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ ચોટીલાના ડોશલીધુના ગામના રહીશ દિનેશભાઇ બીજલભાઈ બથવાર (ઉ.વ. ૪૫) વાંકાનેર તાલુકાના ભલગામ નજીક આવેલા એક પેટ્રોલપંપમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોય, જેમાં ગત તા. ૨૨ ના રોજ તેઓ બપોરના સમયે પેટ્રોલપંપ પર નોકરી દરમિયાન પેટ્રોલપંપની સામેની તરફ લઘુશંકા કરી પરત ફરતા હાઈવે ઓળંગી રહ્યા હોય ત્યારે કાળ બનીને આવેલા ડમ્પર નં. GJ-10-TY-8484ના ચાલકે દિનેશભાઈને જોરદાર ટક્કર મારતા શરીરે ગંભીર અને જીવલેણ ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર કારગત નીવડે તે પૂર્વે જ તેમનું મોત થયું હતું.


અકસ્માત સર્જ્યા બાદ ડમ્પરનો ચાલક પોલીસ પકડથી બચવા નાસી છૂટ્યો હતો. આ ગંભીર ઘટના અંગે મૃતકના મોટાભાઈ ભીખાભાઇ બીજલભાઈ બથવારે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા અને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે…..
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t




