Thursday, October 1, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : કેરાળાના બોર્ડ પાસે હાઇવે પર લઘુશંકા કરવા જતા પગ લપસતા...

    વાંકાનેર : કેરાળાના બોર્ડ પાસે હાઇવે પર લઘુશંકા કરવા જતા પગ લપસતા નાળામાં ખાબકેલા અજાણ્યા યુવાનનું મોત….

    વાંકાનેર શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પર આજે બુધવારે સાંજના સમયે કેરાળા ગામના બોર્ડ પાસે આવેલા રાજા પેટ્રોલ પંપની બાજુમાં લઘુશંકા કરવા ગયેલા એક અજાણ્યા યુવાનનો અચાનક પગ લપસી જતાં, તે ઊંડા નાળામાં ખાબક્યો હતો અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે…

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે પર કેરાળા ના બોર્ડ પાસે રાજા પેટ્રોલ પંપ નજીક આવેલ નાળા પાસે આજરોજ સાંજના સુમારે એક અજાણ્યો ઈસમ લઘુશંકા કરવા માટે ઊભો હોય દરમિયાન અચાનક તેનો પગ લપસી જતાં સીધો જ નાળામાં પટકાયો હતો. જેના કારણે યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત થયું હતું….

    આ કરુણ બનાવની જાણ આસપાસના લોકો દ્વારા કરવામાં આવતા વાંકાનેર સીટી પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને નગરપાલિકાની ટીમની મદદથી પોલીસે મૃતકની લાશને નાળા બહાર કાઢી પ્રાથમિક પંચનામું કરી, મૃતદેહનો કબજો મેળવી લાશને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તજવીજ હાથ ધરી હોવાની વિગતો મળી રહી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!