Wednesday, September 30, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના વીડી ભોજપરા ગામે કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ, પાયાની સમસ્યાઓ અંગે ગ્રામજનોની...

    વાંકાનેરના વીડી ભોજપરા ગામે કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ, પાયાની સમસ્યાઓ અંગે ગ્રામજનોની રજૂઆતો…..

    વાંકાનેર તાલુકાના વીડી ભોજપરા ગામ ખાતે ગઈકાલે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ એકજૂટ થઈને વહીવટી તંત્ર સમક્ષ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા, જેનો સ્થળ પર જ સકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો….

    સભા દરમિયાન ગ્રામજનોએ ગામના રસ્તા, પીવાનું પાણી, વીજળીના જોડાણ, સ્વચ્છતા અને શિક્ષણને લગતા વિવિધ પડતર પ્રશ્નો કલેક્ટર સમક્ષ રજૂ કર્યા હતા. ત્યારે કલેક્ટર દ્વારા ગ્રામજનોની રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત વિભાગોના અધિકારીઓને સત્વરે જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી. ખાસ કરીને ગામના મુખ્ય માર્ગના પ્રશ્ન અંગે કલેક્ટરે આગામી દસ દિવસમાં જ રોડનું કામ શરૂ થઈ જશે તેવી ખાતરી આપતા ગ્રામજનોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી….

    પોતાના ગામના વિકાસ માટે ગ્રામજનો દ્વારા એકસાથે અને સંગઠિત થઈને કરવામાં આવેલી રજૂઆતો તથા જાગૃતિ જોઈને કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ગ્રામજનોની પ્રશંસા કરી હતી અને આ બાબતને સરાહનીય ગણાવી હતી. રાત્રીસભામાં મોટાભાગના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ આવતા ગ્રામજનોમાં સંતોષની લાગણી ફેલાઈ હતી…

    આ તકે કલેક્ટરશ્રી ઉપરાંત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, PGVCL મોરબીના અધિક્ષક, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, રામપરા વીડીના ACF, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, પ્રાથમિક શિક્ષણાધિકારી, સમાજ કલ્યાણ અને સુરક્ષા અધિકારી, ICDS પ્રોગ્રામ ઓફિસર, પશુપાલન અને ખેતી વિભાગના નાયબ નિયામક, બાગાયત અધિકારી અને પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર સહિતના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!