Tuesday, September 29, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના સરતાનપર નજીક ડમ્પર અને છકડો રીક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત, રીક્ષા ચાલકનું...

    વાંકાનેરના સરતાનપર નજીક ડમ્પર અને છકડો રીક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત, રીક્ષા ચાલકનું મોત….

    વાંકાનેર તાલુકાના સરતાનપર ગામથી પાનેલી જવાના રસ્તે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતા એક ડમ્પરે છકડો રીક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો છે, જે અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

    પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકાના સરતાનપર નજીક પાવરહાઉસથી પાનેલી ગામ તરફ જતા રસ્તા પર ગત તા. ૨૭ ના રોજ રાત્રીના સમયે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં જીજે-૩૬-વી-૯૩૧૪ (GJ-36-V-9314) નંબરના ડમ્પરના ચાલકે પોતાનું વાહન અત્યંત પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને અચાનક જ વળાંક લીધો હતો. આ દરમિયાન આગળ જઈ રહેલી GJ-03-X-4952 નંબરની છકડો રીક્ષાને ડમ્પરે જોરદાર ટક્કર મારી હડફેટે લીધી હતી…

    આ ગમખ્વાર અકસ્માતમાં છકડો રીક્ષા ચાલક મુકેશભાઈ સતાભાઈ મુંધવા (રહે. સરતાનપર) ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ આરોપી ડમ્પર ચાલક પોતાનું વાહન રેઢું મૂકીને નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઈ બાબુભાઇ સતાભાઈ મૂંધવા (રહે. સરતાનપર) દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!