Friday, September 18, 2026
More
    Homeમુખ્ય સમાચારમગફળી, મગ, અડદ સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન...

    મગફળી, મગ, અડદ સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા અનુરોધ…..

    ખેડૂતોને તેઓની ઉત્પાદિત ખેત જણસોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી વર્ષ ૨૦૨૬-૨૭ના ખરીફ પાકો માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત મગફળી માટે રૂ. ૭,૫૧૭, મગ માટે રૂ. ૮,૭૮૦, અડદ માટે રૂ. ૮,૨૦૦ તથા સોયાબીન માટે રૂ. ૫,૭૦૮ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા છે.

    રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન નોંધણી તા. ૧૦-૦૯-૨૦૨૬ થી તા. ૦૯-૧૦-૨૦૨૬ સુધીના ૩૦ દિવસ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ આવેલ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વિનામૂલ્યે VCE મારફતે કરવામાં આવી રહી છે.

    ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવવા ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવેલ છે. ફાર્મર રજીસ્ટ્રેશન ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી L1 POS Machine મારફતે થમ્બ પ્રિન્ટ/ફેસિયલ ઓથેન્ટીકેશન દ્વારા બાયોમેટ્રિક આધાર ઓથેન્ટીકેશન થકી કરવામાં આવશે. આ નોંધણી ભારત સરકારના PM-AASHA Procurement Portal ( https://esamridhi.da.gov.in )પર કરવામાં આવી રહી છે.

    વધુમાં, ટેકાના ભાવે ખેત જણસનું વેચાણ કરવા માટે નોંધણી કરાવતી વખતે ફાર્મર રજીસ્ટ્રેશન હેઠળ આવરી લેવામાં આવેલા તમામ સર્વે નંબરોનો વિસ્તાર નોંધણી માટે ધ્યાને લેવામાં આવનાર છે. જેથી ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીનો લાભ મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તેઓએ સમયસર ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી તેમાં પોતાના તમામ સર્વે નંબરોનો સમાવેશ કરાવી લેવા અનુરોધ કરવામાં આવે છે.
    મોરબી જિલ્લાના તમામ ખેડૂત ભાઈઓને સરકારની ટેકાના ભાવે ખરીદી યોજનાનો લાભ મેળવવા માટે નિર્ધારિત સમયમર્યાદામાં ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી કરાવી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં અનુરોધ કરવામાં આવે છે.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!