Friday, September 18, 2026
More
    Homeમુખ્ય સમાચારમહિલા સ્વરોજગાર માટે આઈ.ટી.આઈ. ખાતે મહિલા તાલીમાર્થીઓ માટે COPA ટ્રેડમાં પ્રવેશ પરીક્ષા...

    મહિલા સ્વરોજગાર માટે આઈ.ટી.આઈ. ખાતે મહિલા તાલીમાર્થીઓ માટે COPA ટ્રેડમાં પ્રવેશ પરીક્ષા શરૂ…

    નમો લક્ષ્મી યોજના હેઠળ મળશે રૂ. ૧૫,૦૦૦ સુધીની આર્થિક સહાય….

    મહિલાઓને વ્યવસાયલક્ષી કૌશલ્ય તાલીમ સાથે રોજગારની વધુ તકો ઉપલબ્ધ થાય તે હેતુથી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં Computer Operator and Programming Assistant (COPA) ટ્રેડમાં મહિલાઓ માટે અલગ બેચની વ્યવસ્થા કરવામાં આવી છે….

    COPA ટ્રેડ અંતર્ગત તાલીમાર્થીઓને કોમ્પ્યુટર ઓપરેટિંગ, પ્રોગ્રામિંગ તથા વિવિધ ડિજિટલ કૌશલ્યો અંગે વ્યવહારુ તાલીમ આપવામાં આવે છે. આધુનિક ટેકનોલોજીના વધતા ઉપયોગને ધ્યાનમાં લેતા આ તાલીમ મહિલાઓ માટે રોજગાર તથા સ્વરોજગારની તકો ઊભી કરવામાં ઉપયોગી બની શકે છે…

    આ ઉપરાંત, પાત્ર મહિલા તાલીમાર્થીઓને નમો લક્ષ્મી યોજના હેઠળ રૂ. ૧૫,૦૦૦ સુધીની આર્થિક સહાય મળવાપાત્ર છે. જેથી કૌશલ્ય તાલીમ મેળવવાની સાથે મહિલાઓને આર્થિક પ્રોત્સાહન પણ મળી રહે છે. મોરબી જિલ્લાના વધુમાં વધુ યુવતીઓ COPA જેવા કૌશલ્યલક્ષી તાલીમ અભ્યાસક્રમોમાં જોડાઈ તાલીમ મેળવી આત્મનિર્ભર બને તે માટે પાત્ર તાલીમાર્થીઓને નજીકની ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો સંપર્ક કરી પ્રવેશ તથા યોજનાની વિગતવાર માહિતી મેળવવા અનુરોધ કરવામાં આવ્યો છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!