વાંકાનેર શહેરના દાણાપીઠ વિસ્તારમાં જુના ઝઘડાની અદાવત રાખીને એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં મિત્રના ઝઘડામાં વચ્ચે પડવાની દાજ રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે, જે મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે….


બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેરના પંચાસર રોડ પર આવેલા નવાપરા વિસ્તારમાં રહેતા સાગરભાઈ ભુપતભાઇ પાટડીયા નામના યુવકે વાંકાનેર સીટી પોલીસમાં આરોપી શુભમ ભાટી (રહે. વીશીપરા) નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ગત તારીખ ૧લીના રોજ રાત્રિના સમયે સાગરભાઈ દાણાપીઠ વિસ્તારમાં કિસ્મત ફરસાણ પાસેથી પસાર થઈ રહ્યા હોય દરમ્યાન આરોપી શુભમ ભાટીએ તેમને આંતરીને ઝઘડો કરી છરીના બે ઘા ઝીંકી દીધા હતા.

આ હુમલા પાછળનું કારણ જૂની અદાવત હોવાનું ખુલ્યું છે, જેમાં અગાઉ ફરિયાદી સાગરભાઈના મિત્રને આરોપી શુભમ ભાટી સાથે કોઈ બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો. તે સમયે સાગરભાઈએ વચ્ચે પડીને મિત્રનો પક્ષ લીધો હતો. આ જ બાબતનો ખાર મનમાં રાખીને આરોપી શુભમે તક મળતા સાગરભાઈ પર છરી વડે હુમલો કર્યો હતો. જેથી આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



