વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન ગોરધનભાઈ સરવૈયા દ્વારા મોરબી માર્ગ અને મકાન વિભાગ (R&B) ના કાર્યપાલક ઈજનેરને આગામી દિવસોમાં યોજાનાર સુપ્રસિદ્ધ ‘તરણેતરના મેળા’ પૂર્વે વાંકાનેર નેશનલ હાઈવેથી દલડી-થાન અને લુણસર-થાન જતા સ્ટેટ હસ્તકના મુખ્ય માર્ગોનું તાત્કાલિક સમારકામ કરવા રજૂઆત કરવામાં આવી છે…

આ રજૂઆતમાં જણાવાયું છે કે, વાંકાનેર તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવેથી દલડી-થાન તથા લુણસર-થાન તરફ જતા માર્ગો પર હાલ મોટા પ્રમાણમાં ખાડાઓ પડી ગયા છે. રસ્તાની આ બિસ્માર હાલતને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માત સર્જાવાની સંભાવનાઓમાં પણ વધારો થયો છે. ત્યારે આગામી દિવસોમાં ગુજરાત અને સૌરાષ્ટ્રનો ઐતિહાસિક ‘તરણેતરનો મેળો’ યોજાવા જઈ રહ્યો છે. આ પાંચ દિવસીય મેળા દરમિયાન ઉપરોક્ત બંને માર્ગો પરથી હજારોની સંખ્યામાં નાના-મોટા વાહનો અને શ્રદ્ધાળુઓની ભારે અવરજવર રહેશે.


ખરાબ રસ્તાઓને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ ઉભી થઈ શકે છે તેમજ અકસ્માતનું જોખમ પણ મંડરાઈ રહ્યું છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને મેળાની શરૂઆત થાય તે પહેલાં જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બંને માર્ગોનું સ્થળ નિરીક્ષણ કરી તાત્કાલિક ધોરણે ખાડાઓ પૂરવા અને જરૂરી પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જેથી મેળામાં આવતા લોકોને સલામત અને સુગમ પરિવહન મળી રહે અને સંભવિત અકસ્માતો નિવારી શકાય….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t


