Thursday, September 3, 2026
More
    Homeમુખ્ય સમાચારવરસાદ ખેંચાતા મોરબી જીલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં : ખેતી માટે ૮ ને બદલે...

    વરસાદ ખેંચાતા મોરબી જીલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં : ખેતી માટે ૮ ને બદલે ૧૦ કલાક વીજ પુરવઠો આપવા રજૂઆત….

    મોરબી જિલ્લામાં ચાલુ ચોમાસાની સીઝનમાં વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોનો ઉભો પાક સુકાઈ રહ્યો છે. ત્યારે ખેડૂતોના હિતમાં ખેતીવાડી વીજ જોડાણમાં હાલ અપાતા ૮ કલાકના વીજ પુરવઠાને વધારીને ૧૦ કલાક કરવા માટે મોરબી જિલ્લા પંચાયત સદસ્ય કુલસુમબેન અકબરભાઈ બાદી દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે….

    રજુઆતમાં જણાવાયું છે કે, જિલ્લામાં અપેક્ષા મુજબનો વરસાદ ન થતાં ખેતીલાયક જમીનમાં ભેજની ભારે અછત સર્જાઈ છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે સિંચાઈની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. હાલમાં પાક બચાવવા માટે સિંચાઈનો મુખ્ય આધાર માત્ર ખેતીવાડી વીજ જોડાણ પર જ રહેલો છે. પરંતુ, હાલમાં અપાતો ૮ કલાકનો વીજ પુરવઠો પૂરતી સિંચાઈ કરવા માટે અપૂરતો સાબિત થઈ રહ્યો છે.

    જો પાકને સમયસર પાણી નહીં મળે તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. આથી ખેતીના ખર્ચ અને નુકસાનમાં વધારો ન થાય તેમજ ઉભા પાકને બચાવી શકાય તે હેતુથી તાત્કાલિક ધોરણે હકારાત્મક નિર્ણય લેવા માંગ કરવામાં આવી છે. જિલ્લામાં ખેતીવાડી વીજ પુરવઠો વધારીને ૧૦ કલાક કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવે તેવી અપીલ કુલસુમબેન બાદી દ્વારા કરવામાં આવી છે.

    આ સાથે જ મોરબી તાલુકાના ખેડૂતોને વર્તમાન દસ કલાક વિજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે, માટે અન્ય તાલુકાના ખેડૂતોને પણ અન્યાય વિના પુરતો દસ કલાક વિજ પુરવઠો આપવામાં આવે તેવી ન્યાયીક માંગ કરવામાં આવી છે.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!