વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે શહેરના વેલનાથપરા વિસ્તારમાં જુગારનો દરોડો પાડીને જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રોકડ રકમ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે….

બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા શહેરના વેલનાથપરા શેરી નં. ૪ પાસે આવેલી ખુલ્લી જગ્યામાં જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). દિપકભાઇ છનાભાઇ પીપરીયા (રહે. આરોગ્યનગર, વાંકાનેર, ૨). મનોજભાઇ જગદીશભાઇ શંખેસરીયા (રહે. આરોગ્યનગર શેરી નં. ૩, વાંકાનેર), ૩). કરણભાઇ હસુભાઇ લોધા (રહે. આરોગ્યનગર શેરી નં. ૩, વાંકાનેર) અને ૪). ફિરોજભાઇ અબ્દુલભાઇ દલ (રહે. આરોગ્યનગર શેરી નં. ૨, વાંકાનેર) રોકડ રકમ સહિત કુલ રૂ. ૨૫,૧૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t




