Monday, August 24, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના કાશીપર ગામે ખેડૂતની વાડીમાંથી ધોળા દિવસે બાઈકની ચોરી....

    વાંકાનેરના કાશીપર ગામે ખેડૂતની વાડીમાંથી ધોળા દિવસે બાઈકની ચોરી….

    વાંકાનેર તાલુકામાં તસ્કરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં વાંકાનેરના કાશીપર ગામે રહેતા એક યુવાન ખેડૂતની વાડીમાંથી ગત તા. ૨૧ના રોજ બપોરના સમયે અજાણ્યા તસ્કરો બાઈકની ઉઠાંતરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે…

    બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કાશીપર ગામે રહેતા ફરિયાદી હરેશભાઇ સુખાભાઈ ધોરીયા (ઉંમર: ૨૨) પોતાની કાશીપર ગામની સીમમાં આવેલી વાડીએ પોતાનું બાઈક નં. GJ – 36 – AQ – 2778 (કિંમત રૂ. ૪૦,૦૦૦) લઈને ગયા હોય, જેની વાડીએથી ધોળા દિવસે કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી લઈ જતાં આ મામલે ખેડૂત હરેશભાઈ ધોરીયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ વાહન ચોરી અંગે ગુનો નોંધાવ્યો છે.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!