Friday, August 7, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના ગુંદાખડા ગામે ટ્રક પર ચડી રેતી લેવલ કરતી વખતે ઉપરથી પસાર...

    વાંકાનેરના ગુંદાખડા ગામે ટ્રક પર ચડી રેતી લેવલ કરતી વખતે ઉપરથી પસાર થતાં વિજતારને માથું અડી જતાં રાજકોટના યુવકનું મોત…

    વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે આવેલા રેતીના પ્લાન્ટમાં એક અત્યંત કરૂણ અકસ્માત સર્જાયો છે, જેમાં ટ્રક ઉપર ચડીને રેતી સરખી (લેવલ) કરી રહેલા રાજકોટના યુવકને ઉપરથી પસાર થતી વીજ લાઈન અડી જતાં વીજશોક લાગવાથી તેનું નીપજ્યું છે…

    બાબતે પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ ખાતે રહેતા અમિતભાઇ રણજીતભાઈ રૂદાતલા (ઉં.વ. ૨૯) નામનો યુવક વાંકાનેરના ગુંદાખડા ગામે આવેલ રેતીના પ્લાન્ટમાં ટ્રકમાં રેતી ભર્યા બાદ ટ્રક ઉપર ચડીને રેતીને લેવલ કરી રહ્યો હોય દરમિયાન અચાનક ઉપરથી પસાર થતી વીજ લાઈન સાથે યુવકનું માથું અડી જતાં જોરદાર વીજ આંચકો લાગતાં યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!