વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે મકતાનપર ગામની સીમમાં દરોડો પાડીને વોંકળામાં છુપાવેલો રૂ. 63,280 ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે…
વાંકાનેર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હોય દરમિયાન જામસર ગામના ઝાપા પાસે બાતમી મળી હતી કે મકતાનપર ગામની સીમમાં આવેલ ‘ગીરીરાજ સ્ટોન ક્રશર’ની પાછળ પાણીના વોંકળામાં દારૂનો મોટો જથ્થો સંતાડવામાં આવ્યો હોય જેમાં આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી પાણીના વોંકળામાં પ્લાસ્ટિકના ઝબલાંમાંથી અલગ અલગ બ્રાંડની 112 નંગ વિદેશી દારૂની બોટલ (કિંમત રૂ. 63,280) નો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે અજાણ્યા ઈસમો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t


