
વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામમાં જૂની રંજિશ અને વ્યવહાર ન હોવાના મનદુઃખમાં એક યુવક પર પાંચ શખ્સોએ હુમલો કરી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં દુકાને કરિયાણું લેવા ગયેલા યુવકને “અહીં સામાન લેવા આવવું નહીં” કહી બેફામ ગાળો આપી લાકડાના ધોકા અને પાઈપ વડે માર મારવામાં આવ્યો હતો. આ મામલે વાંકાનેર સિટી પોલીસે પાંચેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે…

બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે રહેતા ભરતભાઈ ઉર્ફે કાળુ પ્રેમજીભાઈ ઉર્ફે વીપલભાઈ વોરા (ઉ.વ. ૨૪) રાત્રિના આશરે સાડા સાતેક વાગ્યે ગામમાં જ આવેલી રવજીભાઈ વોરાની દુકાને કરિયાણું ખરીદવા ગયા હતા…
દુકાનદાર રવજીભાઈને યુવકના પરિવાર સાથે સામાજિક કે વ્યવહારિક સંબંધો ન હોવાથી, તેમણે આ બાબતનો ખાર રાખીને ભરતભાઈને “અહીં કરિયાણું લેવા આવવું નહીં” તેમ કહીને અચાનક જ બેફામ ગાળો આપવાનું શરૂ કરી દીધું હતું. બોલાચાલી ઉગ્ર બનતાં જ આરોપી ૧). રવજીભાઈ મેઘજીભાઈ વોરા, ૨). કાન્તીભાઈ વોરા, ૩). દિલીપભાઈ રવજીભાઈ વોરા, ૪). ઉપેન્દ્રભાઈ રવજીભાઈ વોરા અને ૫). સુરેશભાઈ જેઠાભાઈ વોરાએ એકસંપ કરી યુવકને ઘેરી લાકડાના ધોકા તેમજ પાઈપ વડે હુમલો કરી માર માર્યો હતો. જે બાદ ફરીયાદીએ વાંકાનેર સિટી પોલીસમાં પાંચેય આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t




