
વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામ નજીક એક અત્યંત કરુણ દુર્ઘટના સામે આવી છે. જેમાં કોટડાનાયાણીથી કાગદડી તરફ જતા માર્ગ પર આવેલી ડેમી નદીના કોઝવે પરથી પસાર થઈ રહેલી એક સીએનજી રિક્ષા પાણીના પુરજોશ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ હોનારતમાં રિક્ષામાં સવાર પિતા-પુત્ર પાણીમાં ડૂબ્યા હતા, જેમાં પિતાનું મોત નીપજ્યું છે, જ્યારે પુત્ર હજુ સુધી લાપતા છે….


બાબતે પ્રાપ્ત વિગતો મુજબ હડાળાના પાટીયા વિસ્તારમાં રહેતા સિરાજભાઈ ખમીશા કાતીયાર (ઉ.વ. ૪૦) નામનો યુવાન કોટડાનાયાણી ગામે પોતાના પુત્ર સાથે સીએનજી રિક્ષા લઈને આવી રહ્યો હોય દરમિયાન ડેમી નદીના કોઝવે પર પાણીના ધસમસતા પ્રવાહમાં રિક્ષા અચાનક નિયંત્રણ ગુમાવી નદીમાં તણાઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને તંત્રની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તુરંત જ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન સિરાજભાઈ કાતીયારનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો. જોકે, પાણીના તીવ્ર પ્રવાહમાં તણાઈ ગયેલા તેમના પુત્રનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી, જેને શોધવા માટે સ્થાનિક તરવૈયાઓ અને તંત્ર દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. આ કરુણ દુર્ઘટનાને પગલે મૃતકના પરિવારમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t




