વાંકાનેરની મોડર્ન વિદ્યાલય-પીપળીયારાજ ખાતે ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે વ્યસનમુક્તિ અને રોડ સેફ્ટી અંગે એક વિશેષ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં મોરબી SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)માંથી પધારેલા મુકેશભાઈએ વિદ્યાર્થીઓને નશાકારક પદાર્થોથી દૂર રહેવા બાબતે ગંભીરતાથી માહિતગાર કર્યા હતા. તેમણે ડ્રગ્સ, અફીણ, દારૂ અને પાન-માવા જેવા વ્યસનોના સેવનથી થતી કેન્સર, ટીબી જેવી અસાધ્ય બીમારીઓ અંગે વિગતવાર સમજ આપી હતી. આ ઉપરાંત, આવા દૂષણોથી વ્યક્તિના આરોગ્યની સાથે-સાથે આર્થિક અને સામાજિક સ્તરે પણ કેવું મોટા પાયે નુકસાન થાય છે તેની વિસ્તૃત છાણાવટ કરી હતી….


આ સાથે જ સેમિનારમાં મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ ટીમમાંથી પધારેલા જલુભાઈ ગોગરાએ ટ્રાફિક સેફ્ટી અંગે માહિતી આપી વિદ્યાર્થીઓને બાઈક તેમજ મોટરકાર જેવાં વાહનો ચલાવતી વખતે ધ્યાન રાખવાના નિયમો વિશે વિગતવાર સમજાવ્યું હતું. નિયમ વિરુદ્ધ અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાથી થતા અકસ્માતો અને તેમાં થતી શારીરિક જાનહાની તેમજ અસહ્ય નુકસાન બાબતે વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા…


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t




