Thursday, July 30, 2026
More
    Homeમુખ્ય સમાચારમોરબી જીલ્લા કલેકટર સ્વપ્નીલ ખરે વાંકાનેર તાલુકાની વિવિધ સરકારી કચેરીઓની આકસ્મિક મુલાકાતે....

    મોરબી જીલ્લા કલેકટર સ્વપ્નીલ ખરે વાંકાનેર તાલુકાની વિવિધ સરકારી કચેરીઓની આકસ્મિક મુલાકાતે….

    સરકારી કચેરીઓમાં પ્રજાલક્ષી સેવાઓ વધુ ઝડપી, પારદર્શી અને અસરકારક બને તેવા ઉદ્દેશ સાથે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા વાંકાનેર તાલુકાની વિવિધ સરકારી કચેરીઓની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. કલેક્ટર દ્વારા વાંકાનેર મામલતદાર અને પ્રાંત કચેરીની તપાસ હાથ ધરીને અરજદારોની વિવિધ શાખાઓની અરજીઓનો સમયમર્યાદામાં ઉકેલ લાવવા નિર્દેશ આપ્યા હતા…

    આ ઉપરાંત વાંકાનેર નગરપાલિકા ખાતે વેરા વસૂલાત અને જન્મ-મરણ નોંધણી કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ DILR કચેરી ખાતે સિટી સર્વે નોંધ અને વિવિધ ફ્લેગશિપ યોજનાઓની પ્રગતિ ચકાસી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તાલુકા પંચાયત કચેરીની મુલાકાત દરમિયાન ગ્રામીણ વિસ્તારના પાત્ર લાભાર્થીઓને રહેણાંક પ્લોટ-મકાન સહાય મળે તથા ગામતળ, સ્મશાન અને કબરસ્તાન જેવી જમીન માંગણીઓના પ્રશ્નો સત્વરે ઉકેલાય તે અર્થે સઘન કાર્યવાહી કરવા કલેક્ટરએ તાકીદ કરી હતી….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!