Thursday, July 30, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના સરતાનપર સીમમાં વતનમાં જવાની ઈચ્છા સાથે સિરામિક શ્રમિકનો આપઘાત....

    વાંકાનેરના સરતાનપર સીમમાં વતનમાં જવાની ઈચ્છા સાથે સિરામિક શ્રમિકનો આપઘાત….

    વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ સિરામિક કારખાનામાં મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના ૨૨ વર્ષીય યુવકે વતનની યાદમાં અને મનમાં લાગી આવતા પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની દુઃખદ ઘટના સામે આવી છે….

    બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલી ‘રવિ સ્ટોન માઈક્રોન સિરામિક’ ની લેબર કોલોનીમાં રહીને મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની સચિન રૂમાલભાઈ બારિયા (ઉ.વ. ૨૨) નામના યુવાને તા. ૨૯ ના રોજ પોતાનો રૂમ અંદરથી બંધ કરી પોતાની જાતે ગળેફાંસો ખાઈ લીધો હતો, જેમા મૃતક યુવાન સચિનને છેલ્લા કેટલાક સમયથી પોતાનું વતન ભારે યાદ આવતું હોવાથી તેને અહીં કામ પર બરાબર મન લાગતું ન હતું અને સતત વતનમાં પરત જવું હતું. વતનમાં જવાની ઈચ્છા હોવા છતાં જઈ ન શકતા મનમાં લાગી આવતાં તેણે આ આત્યંતિક પગલું ભરી લીધું હોવાની વિગતો મળી રહી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!