Monday, July 20, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : માદક પદાર્થની હેરાફેરીના ગુનામાં નાસતો-ફરતો આરોપી મહેસાણાથી ઝડપાયો....

    વાંકાનેર : માદક પદાર્થની હેરાફેરીના ગુનામાં નાસતો-ફરતો આરોપી મહેસાણાથી ઝડપાયો….

    મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. (કેફી દ્રવ્યો)ના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા એક શખ્સને મહેસાણા જિલ્લાના કડી ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મળી છે…

    બાબતે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એન.ડી.પી.એસ. એકટ કલમ ૮(સી), ૨૦(બી), ૨(બી) તથા ૨૯ મુજબના ગુનામાં સંડોવાયેલ આરોપી સંજય ઉર્ફે ફલ્લો મુસ્તાફભાઇ ઉર્ફે રાજુભાઇ પટણી (રહે. ગુલાબનગર, પાણીના ટાંકા સામે, કડી, જી. મહેસાણા)ને મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી બાતમીના આધારે મહેસાણાના કડી ખાતેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી અને તપાસ અર્થે તેને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!