Tuesday, July 14, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર રેલ્વે સ્ટેશને તસ્કરોનો તરખાટ ; રેલ્વેની માલિકીના લાખોની કિંમતના ઇલેક્ટ્રિક વાયરના...

    વાંકાનેર રેલ્વે સ્ટેશને તસ્કરોનો તરખાટ ; રેલ્વેની માલિકીના લાખોની કિંમતના ઇલેક્ટ્રિક વાયરના 3 ડ્રમની ચોરી, RPF દ્વારા તપાસનો ધમધમાટ શરૂ….

    વાંકાનેર રેલ્વે સ્ટેશન પરિસરમાંથી લાખો રૂપિયાની કિંમતના ઇલેક્ટ્રિક વાયરની ચોરી થવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. રેલ્વે કોલોની પાસે સંગ્રહિત કરીને રાખવામાં આવેલા કિંમતી ઇલેક્ટ્રિક વાયરથી ભરેલા ત્રણ વિશાળ ડ્રમ અજાણ્યા ચોરો ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ ઘટનાને પગલે રેલ્વે સુરક્ષા દળ (RPF) માં દોડધામ મચી ગઈ છે અને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે….

    બાબતતે પ્રાપ્ત વિગતો અનુસાર, રેલ્વેના વિભાગના વિવિધ કામો માટે વાંકાનેર રેલ્વે કોલોની નજીક આ કિંમતી ઇલેક્ટ્રિક વાયરના ડ્રમ રાખવામાં આવ્યા હોય, આટલા ભારે અને મોટા ડ્રમની ચોરી કોઈ સામાન્ય વ્યક્તિ માટે એકલા હાથે કે પૂર્વ આયોજન વગર કરવી શક્ય નથી. આથી, આ સમગ્ર ચોરીના બનાવમાં કોઈ જાણભેદુ સામેલ હોવાની પ્રબળ આશંકા સેવવામાં આવી રહી છે. ચોરોને વાયર ક્યાં રાખ્યા છે અને ત્યાં સુરક્ષાની સ્થિતિ કેવી છે, તેની ચોક્કસ માહિતી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે…

    આ ચકચારી ચોરીની ઘટના મામલે આરપીએફના ડીએસસીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ ચોરીના બનાવની જાણ થતા આરપીએફ દ્વારા ગત તા. ૧૧ ના અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં કુલ ત્રણ ડ્રમની ચોરી કરવામાં આવી હોય જેની કિંમત 4.80 લાખની આસપાસ થાય છે. હાલ આ બનાવમાં આરપીએફ દ્વારા ઊંડી તપાસ ચાલી રહી છે, જેની વિગતો આગામી સમયમાં જાહેર કરવામાં આવશે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!