Sunday, June 28, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના રાતીદેવરી ગામે નોન વેજ લેવા ગયેલા યુવાન પર હિંસક હુમલો, જાતિ...

    વાંકાનેરના રાતીદેવરી ગામે નોન વેજ લેવા ગયેલા યુવાન પર હિંસક હુમલો, જાતિ પ્રત્યે અપમાનિત કરી છરાના ઘા ઝીંક્યા…

    વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે નોનવેજ લેવા ગયેલા એક યુવક અને તેના મિત્ર પર દુકાનદાર સહિતના શખ્સોએ હિંસક હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં આરોપીઓએ યુવકને જાતિ પ્રત્યે હળધુત કરી અપમાનિત કરી નોનવેજ કાપવાના છરા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની પેડક સોસાયટીમાં રહેતા ફરિયાદી કિશનભાઈ ધીરજભાઈ ગોરવાડિયા (ઉં.વ. ૨૪) નામનો યુવક સાંજના સમયે રાતીદેવરી ગામે આવેલ સોયબ નામના શખ્સની દુકાને નોનવેજ લેવા માટે ગયો હોય ત્યાંરે કોઈ બાબતે બોલાચાલી થતાં દુકાનદાર સોયબ, સાહિલ હાજીભાઈ અને અન્ય અજાણ્યા પાંચ શખ્સોએ એકસંપ થઈને કિશનભાઈ સાથે ઝઘડો શરૂ કરી આરોપીઓએ કિશનભાઈને જાતિ પ્રત્યે અપમાનિત કરી,

    ગાળો ભાંડી નોનવેજ કાપવાના તીક્ષ્ણ છરા વડે હુમલો કરી કિશનભાઈના કપાળના ભાગે ઘા ઝીંકી ઇજાગ્રસ્ત કર્યા હતા. આ સમયે કિશનભાઈની સાથે રહેલા સાહેદ નીતિનભાઈ વચ્ચે છોડાવવા પડતા હુમલાખોરોએ તેમને પણ માર મારી ઈજાઓ પહોંચાડી હતી. જેથી આ બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી વાંકાનેર પોલીસે આરોપી સોયબ, સાહિલ હાજીભાઈ અને અન્ય પાંચ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!